Gujarati - Non Insulin Medication (Tablets & Injectables)

Web Resource Last Updated: 01-06-2020

Click here to open this page as a pdf

ઇન્સ્યુલિનરહિત દવાઓ (ટૅબ્લેટ્સ અને ઇન્જેક્શનથી લઈ શકાતી દવાઓ)

વિષયવસ્તુ

જો સ્વાસ્થ્યપ્રદ જીવનની ભલામણોને અનુસરીને તમારા લોહીમાં ગ્લુકોઝનાં સ્તરોને નિયંત્રિત કરવા શક્ય ન હોય તો સારવાર કરતાં ડૉક્ટર ડાયબિટીસની ટૅબ્લેટ સૂચવી શકે છે. આનો અર્થ એ નથી કે ડાયબિટીસ વધારે તીવ્ર છે. માત્ર એટલું જ કે લોહીમાં ગ્લુકોઝનાં સ્તરોને નિયંત્રિત કરવા માટે થોડી વધારાની મદદ જરૂરી હોય છે. ટૅબ્લેટ્સ પર શરૂઆત કરી હોય તો પણ સ્વાસ્થ્યપ્રદ આહારની માર્ગદર્શિકાઓનું પાલન કરવું હજીયે જરૂરી છે.

કેટલાક લોકોને તેમના લોહીમાં ગ્લુકોઝનાં સ્તરોને નિયંત્રિત કરવા માટે ટૅબ્લેટ્સનું સંયોજન લેવાની જરૂર પડે છે. તમને એવું લાગી શકે છે કે ટૅબ્લેટની આવશ્યકતાઓ સમય વીતવાની સાથે બદલાય છે, તેથી નિયમિતપણે ચૅક-અપ્સ કરાવવા અગત્યના છે. ક્યારેક ટૅબ્લેટ્સ ડાયબિટીસને નિયંત્રિત કરવા માટે પૂરતી સક્ષમ હોતી નથી અને ડાયબિટીસ ટીમ ઇન્સ્યુલિન અથવા અન્ય ઈન્જેક્શનથી લઈ શકાતી દવાની ભલામણ કરી શકે છે.

મોટાભાગની દવાઓનાં ઓછામાં ઓછાં બે નામો હોય છે. એક દવાનું (જેનેરિક) નામ હોય છે અને અન્ય બ્રાંડ (પ્રોપ્રિએટરી) નામ હોય છે જે તેને દરેક ઉત્પાદક આપે છે. હંમેશાં જેનેરિઅક નામનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરો.

મોં વાટે લેવાતી દવાઓ

મેટફોર્મિન

મેટફોર્મિન તમારા શરીરને ઇન્સ્યુલિનનો વધારે અસરકારક રીતે ઉપયોગ કરવામાં મદદ કરીને કામ કરે છે, જેથી તે લોહીમાં શર્કરાનો યોગ્ય રીતે નિકાલ કરી શકે. કેટલાક લોકોને એવું લાગી શકે છે કે મેટફોર્મિન શરૂ કરવાથી પેટમાં ગરબડો જેમ કે ડાયેરિયા, અપચો અને ભૂખ મરી જવી અથવા ઊલટી થવી વગેરે થાય છે. ઓછા ડોઝથી શરૂઆત કરીને અને ખોરાક સાથે મેટફોર્મિન લેવાથી આમાં મદદ મળી શકે છે. મેટફોર્મિનથી હાઇપોગ્લાયસેમિઆ થતો નથી અને તેનાથી વજન વધતું નથી. મેટફોર્મિન ધીમેથી મુક્ત થતી દવા સ્વરૂપે પણ ઉપલબ્ધ છે. તેને પ્રોલૉન્ગ્ડ/ મોડિફાઇડ રિલીઝ અથવા ગ્લુકોફેજ સ્લો રિલીઝ કહે છે.

આ વર્ગની દવાઓમાં નીચેનાનો સમાવેશ થાય છે:

મેટફોર્મિન  (ગ્લુકોફેજ)                       500mg, 850mg,

મેટફોર્મિન ઓરલ સૉલ્યુશન                           5ml દીઠ 500mg

મેટફોર્મિન ટૅબ્લેટના સ્લો/મોડિફાઇડ રિલીઝનાં સંસ્કરણો પણ છે જેનાથી પાચનતંત્ર સંબંધિત આડઅસરોનું જોખમ ઘટી શકે છે દા.ત.

ગ્લુકોફેજ સ્લો રિલીઝ                        500mg,750mg, 1,000mg

સલ્ફોનાઇલયુરિયાઝ

સલ્ફોનાઇલયુરિયાઝ વધુ ઇન્સ્યુલિને પદા કરવા માટે તમારા સ્વાદુપિંડ (ઉદરમાં આવેલું એવું અંગ જે ઇન્સ્યુલિન અંત:સ્ત્રાવ બનાવે છે)ને ઉત્તેજિત કરે છે, જે બાદમાં તમારા લોહીમાં ગ્લુકોઝ ઓછું કરશે. સલ્ફોનાઇલયુરિયાઝથી હળવો અપચો, માથાનો દુખાવો, ત્વચા પર ચકામા અને વજનમાં વધારો થશે. જો આલ્કોહૉલ પીવામાં આવે તો તેનાથી ચહેરા પર લાલાશ આવી શકે છે. તેનાથી લોહીમાં ગ્લુકોઝ બહુ ઓછું થઈ શકે છે જેનાથી હાઇપોગ્લાયસેમિયાનું જોખમ વધે છે, જુઓ હાઇપોગ્લાયસેમિયાની પત્રિકા.   

આ વર્ગની દવાઓમાં નીચેનાનો સમાવેશ થાય છે:

ગ્લિબેનક્લેમાઇડ                           2.5 mg, 5mg 

ગ્લિક્લેઝાઇડ     (ડાયામાઇક્રોન)          40 mg અને 80 mg ટૅબ્લેટ્સ

ગ્લિક્લેઝાઇડ MR                            30 mg

ગ્લિમેપાઇરાઇડ (ઍમેરિલ)               1mg, 2mg

ગ્લિપિઝાઇડ                           5mg– 20mg

ટોલ્બ્યુટેમાઇડ                              500mg

થાયેઝોલિડાઇનડિઓન્સ

આનો એકલા ઉપયોગ થઈ શકે છે અથવા પૂરક સારવાર તરીકે ઉપયોગ થઈ શકે છે. તમારા પોતાના ઇન્સ્યુલિનની અસરો પરત્ત્વે શરીરને સંવેદનશીલ બનાવીને તેઓ મદદ કરે છે. તેઓ ચરબીના કોષો પર કામ કરે છે; આંતરિક અંગોની આસપાસ ચરબી દૂર કરે છે અને સ્નાયુઓ, યકૃત અને સ્વાદુપિંડ પર તેની અસર થઈ શકે છે. યુકેમાં હાલમાં બજારમાં મળતી એકમાત્ર થાયેઝોલિડાઈનડિઓન એ પાયોગ્લિટેઝોન છે. તેનાથી વજનમાં વધારો થઈ શકે છે અને વૃદ્ધ દર્દીઓમાં હાડકાં તૂટવાનું (ફ્રેક્ચર) જોખમ વધવાના અહેવાલો છે. વધુમાં, મૂત્રાશયના કેન્સરના જોખમમાં વધારાના અહેવાલો પણ છે, જોકે આવું ભાગ્યે જ થાય છે. પાયોગ્લિટેઝોનથી હાઇપોની ઘટનાઓ થતી નથી. જો તમને પાયોગ્લિટેઝોનની આડઅસરો વિશે કોઈ પણ ચિંતાઓ હોય તો આ અંગે તમારા ડાયબીટિસ સ્વાસ્થ્યસંભાળ પ્રદાતા સાથે ચર્ચા કરો.

પાયોગ્લિટેઝોન (ઍક્ટોઝ)                                    15mg, 30mg, 45mg

ગ્લિટેઝોનને મેટફોર્મિન સાથે સંયુક્ત માધ્યમમ તરીકે પણ સૂચવવામાં આવી શકે છે દા.ત.

પાયોગ્લિટેઝોન + મેટફોર્મિન (કૉમ્પેટેક્ટ)          15mg/850mg                             

ભોજન દરમિયાન ગ્લુકોઝના નિયામકો

ભોજન દરમિયાન ગ્લુકોઝના નિયામકો વધુ ઇન્સ્યુલિન પેદા કરવા માટે સ્વાદુપિંડમાં કોષોને ઉત્તેજિત કરે છે. જોકે, આ ટૅબ્લેટ્સ સલ્ફોનાઈલયુરિયાઝની સરખામણીએ ટૂંકા સમયગાળા માટે ટકે છે. જો ભોજન ચૂકી જાઓ તો ડોઝ છોડી દેવો જોઈએ.

આ વર્ગની દવાઓમાં નીચેનાનો સમાવેશ થાય છે:

રેપેગ્લાઈનાઈડ  (પ્રૅન્ડિન) 0.5mg, 1mg, 2mg

નેટેગ્લાઈનાઈડ  (સ્ટાર્લિક્સ) 60mg, 120mg, 180mg

DPP4 અવરોધકો

ડાઇપેપ્ટિડાઇલ પેપ્ટિડેઝ 4 અવરોધકો કે જે ગ્લિપ્ટિન્સ તરીકે પણ ઓળખાય છે તે DPP-4ની કાર્યવાહીને અવરોધીને કામ કરે છે, જે એવો ઉત્સેચક છે જે ઇન્ક્રેટિન અંત:સ્રાવનો નાશ કરે છે.

ઇન્ક્રેટિન્સ જ્યારે જરૂર જણાય ત્યારે જ શરીરને વધારે ઇન્સ્યુલિન પેદા કરવામાં મદદ કરે છે અને જ્યારે જરૂર ન હોય ત્યારે યકૃત દ્વારા પેદા કરવામાં આવતા ગ્લુકોઝના પ્રમાણને ઘટાડે છે. આ અંત:સ્રાવો આખા દિવસ દરમિયાન મુક્ત થાય છે અને તેનાં સ્તરો ભોજનના સમયે વધે છે

આ વર્ગની દવાઓમાં નીચેનાનો સમાવેશ થાય છે:    

Alogliptin                                   (Vipidia)          6.25mg, 12.5mg, 25mg

Linagliptin                                 (Trajenta)        5mg

Linagliptin +Metformin          (Jentadueto)   2.5mg/850mg, 2.5mg/1000mg

Sitagliptin                                  (Januvia)         100mg, 50mg, 25mg

Saxagliptin                                (Onglyza)         2.5mg,5mg

Vildagliptin + Metformin       (Eucreas)          50mg/850mg, 50mg/1000mg

SGLT2 અવરોધકો (સોડિયમ-ગ્લુકોઝ ટ્રાન્સપોર્ટર (2) અવરોધકો)

યુકેમાં 2013માં રજૂ કરવામાં આવેલી આ દવાનો ડાયબિટીસ પરના અંકુશને સુધારવા માટે ટાઇપ 2 ડાયબિટીસ મેલિટસ ધરાવતી પુખ્ત વ્યક્તિઓમાં ઉપયોગ કરી શકાય છે. કિડની દ્વારા શરીરમાંથી વધારાનું ગ્લુકોઝ દૂર કરીને આ દવા કામ કરે છે, જેનાથી મૂત્રમાં વધારે ગ્લુકોઝ દેખાય છે.

કિડનીના કાર્ય પર નિયમિત દેખરેખ રાખવાની ભલામણ કરવામાં આવે છે અને જેમને કોઈ પણ હદે કિડનીની નબળાઈ હોય એવા લોકોમાં તેનો ઉપયોગ થઈ ન શકે. જેમને ઓછો રક્તદાબ હોય એવા દર્દીઓમાં તકેદારી લેવામાં આવવી જોઈએ. SGLT2 અવરોધકો મૂત્રમાં જે ગુપ્તાંગોમાં ફૂગનો ચેપ લાગવાનું જોખમ વધારી શકે છે, અને કિટોએસિડોસિસ (ટાઇપ 1 ડાયબિટીસ સાથે સામાન્ય રીતે સંબંધિત ઉપદ્રવ જેમાં ઊલટી અને પેટનો દુખાવો થાય છે)નું નાનું જોખમ રહેલું છે. આ વર્ગની દવાઓથી ઘણી વખત વજનમાં ઘટાડો થાય છે અને તેનો ઉપયોગ ગર્ભાવસ્થામાં ન કરવો જોઈએ.

આ વર્ગની દવાઓમાં નીચેનાનો સમાવેશ થાય છે:    

Canagliflozin (Invokana) 100mg,300mg

Canagliflozin and Metformin  (Vokanamet) 50mg/850mg  50mg/1000mg 150mg/850mg   150mg/1000mg

Dapagliflozin   (Forxiga) 5mg, 10mg

Dapagliflozin and Metformin (Xigduo)  5mg/850mg 5mg/1000mg

Empagliflozin (Jardiance)10mg,25mg

Empagliflozin and metformin (Synjardy) 5mg/500mg  5mg/1000mg 12.5mg/850mg, 12.5mg/1,000mg

ઇન્સ્યુલિનરહિત ઇન્જેક્શનો - ગ્લુકાગોન- લાઇક પેપ્ટાઇડ (GLP-1)

GLP -1 ઇન્જેક્શનો કુદરતી રીતે ઉદ્ભવતા અંત:સ્રાવ GLP -1ની ક્રિયાની નકલ કરે છે, ઇન્સ્યુલિન ઉત્પાદન વધારે છે, જ્યારે જરૂર ન હોય ત્યારે યકૃત દ્વારા બનાવવામાં આવતા ગ્લુકોઝના પ્રમાણને ઓછું કરે છે, પેટમાં ખોરાકના પસાર થવાની ક્રિયાને ધીમી કરે છે, લોહીમાં ગ્લુકોઝનાં સ્તરોમાં સુધારો કરવાના હેતુથી ભૂખ ઓછી કરે છે. દવા ઇન્જેક્ટેબલ પેન ડિવાઇસ દ્વારા ત્વચા નીચેની કોશિકામાં આપવામાં આવે છે અને રોજ બે વખત, રોજ એક વખત અથવા અઠવાડિયામાં એક વખત લઈ શકાય છે.  અઠવાડિયામાં એક વખત લેવામાં આવતાં કેટલાંક ઇન્જેક્શનોને પરિણામે ત્વચા નીચે કામચલાઉપણે નાની ગાંઠો બની શકે છે. આ વર્ગની દવાઓ લેવાના પરિણામે ઘણી વખત વજન ઓછું થઈ શકે છે.

Exenatide (Byetta)                                         5mcg, 10mcg રોજ બે વખત ઇન્જેક્શન દીઠ       

Exenatide Extended Release (Bydureon)           2mg અઠવાડિયામાં એક વખત    ઇન્જેક્શન રોજ બે વખત, સવારના નાસ્તા પહેલાં અને સાંજના ભોજન પહેલાં

Liraglutide (Victoza)      0.6mg, 1.2mg            રોજ એક વખતનું પેન ઇન્જેક્શન    ઇન્જેક્શન રોજ એક વખત

Lixisenatide (Lyxumia)                                            10mcg, 20mcg  રોજ એક વખતનું પેન ઇન્જેક્શન                                                                                                                                                                 

Dulaglutide (Trulicity)                                           0.75mg, 1.5mg  અઠવાડિયામાં એક વખત ઇન્જેક્શન

Albiglutide  (Eperzan)                                   30mg અઠવાડિયામાં એક વખત ઇન્જેક્શન

એકેર્બોઝ  (ગ્લુકોબે )  50mg,100mg

શરીર જે દરે શર્કરાઓનું પાચન કરે છે તેને વિલંબમાં નાખીને એકેર્બોઝ કામ કરે છે, જે તમે ખાધા બાદ તમારા લોહીમાં ગ્લુકોઝ જે દરે વધે છે તેને ધીમો કરે છે. તેનાથી પેટમાં ગડગડાટ થઈ શકે છે, વાયુ થઈ શકે છે, પેટ ભરેલું હોય એવું લાગી શકે છે અને ડાયેરિયા થઈ શકે છે. મોંમાં લેવામાં આવતા પ્રથમ કોળિયા સાથે દવા લેવી જરૂરી છે, જેથી તે અસરકારક નીવડે. આડઅસરોને કારણે તેનો આજકાલ ભાગ્યે જ ઉપયોગ થાય છે.

સમસ્યાનિવારણ

હું ટૅબ્લેટ લેવાનું ભૂલી જાઉં તો શું થશે?

જો તમને ભૂલી જવાયેલી ટૅબ્લેટ એકાદ કે બે કલાક મોડી યાદ આવે તો એ સમયે તે લઈ લો. જો વધારે સમય થઈ ગયો હોય તો તે ડોઝ છોડી દો અને તમારો આગામી ડોઝ સામાન્યની જેમ જ લો. તમે કોઈ ડોઝ ચૂકી ગયા હો તે કારણે પાછળથી બમણો ડોઝ ક્યારેય લેશો નહિ.

હું બિમાર પડું તો શું?

તમારી ટૅબ્લેટ્સ લેવી બંધ કરશો નહિ જુઓ બિમારીનો સામનો કરવા માટેની પત્રિકા પ્રકાર 1 પ્રકાર 2

મફત પ્રિસ્ક્રિપ્શન્સ

જો તમને તમારા ડાયબીટિસ માટે ટૅબ્લેટ્સ લેવાની જરૂર પડે તો તમે આ ટૅબ્લેટ્સ અને તમને જરૂરી અન્ય કોઈ પણ દવા માટે મફત પ્રિસ્ક્રિપ્શનના હકદાર છો. 'તબીબી મુક્તિ' પત્રક EC92A (ઇંગ્લૅન્ડ માટે FP92A) માટે તમારા ડૉક્ટર, નર્સ અથવા ફાર્માસિસ્ટને પૂછો.

ડાયાબિટીસની સારવાર માટે ગોળીઓ વિશે વધુ માહિતી માટે, અહીં ક્લિક કરો

Leave a review
If you have any questions or feedback about this resource, then please fill out the feedback form.
If you found broken links in the article please click on the button to let us know.
(2 reviews)

Share this page